Home / Auto-Tech : iPhone will be updated with a state-of-the-art lens in the camera, know how many megapixels

આઈફોનમાં અત્યાધુનિક લેન્સ સાથે કેમેરામાં કરશે અપડેટ, જાણો કેટલા મેગાપિક્સલ હશે?

આઈફોનમાં અત્યાધુનિક લેન્સ સાથે કેમેરામાં કરશે અપડેટ, જાણો કેટલા મેગાપિક્સલ હશે?

 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 

 એપલ દ્વારા હવે આઇફોનમાં મોટા અપગ્રેડ લાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે. આઇફોનમાં 200 MPનો પ્રાઇમરી કેમેરા લેન્સનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ માહિતી ચાઇનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વેઈબો પર ડિજિટલ ચેટ સ્ટેશન દ્વારા લીક કરવામાં આવી છે. તેમના અનુસાર, એપલ હાલમાં આ કેમેરા લેન્સ પર કામ કરી રહ્યું છે. જો આ વાત સત્ય હોય, તો એપલની અત્યાર સુધીની સૌથી એડ્વાન્સ કેમેરા સિસ્ટમ કહેવાશે.

 

એપલની કેમેરા ટેક્નોલોજી 

સારી ઇમેજ ક્વોલિટી માટે એપલ હાર્ડવેર અને સોફ્ટવેર પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. જો 200 MP કેમેરાનો સમાવેશ કરવામાં આવે, તો એ ખૂબ જ એડ્વાન્સ અને નોંધપાત્ર સુધારો હશે. સેમસંગ અને મોટોરોલા જેવી ઘણી કંપનીઓ પહેલેથી જ 200 MP કેમેરા લેન્સ આપી રહી છે. જો એપલ પહેલી વાર આટલો હાઇ-રિઝોલ્યુશન કેમેરા સિસ્ટમ રજૂ કરે, તો તે એક મહત્વપૂર્ણ પગલું હશે.

માર્કેટમાં શું છે અનુમાન?

એપલની આ નવી કેમેરા સિસ્ટમ ક્યારે લોન્ચ થશે, તે હજી રહસ્ય છે. આઇફોન 17માં એનો સમાવેશ થવાની શક્યતા ઓછી છે. આઇફોન 16 અને પ્રો મોડલ્સમાં જે કેમેરા હતાં, એ જ કેમેરાનો સમાવેશ થવાની શક્યતા વધુ છે. એપલ આ કેમેરાને આઇફોન ફ્લીપ સાથે લોન્ચ કરે તેવી શક્યતા વધુ છે. જો એપલ 200 MP કેમેરા રજૂ કરે, તો સ્માર્ટફોન માર્કેટમાં મોટો બદલાવ આવશે.

 

Related News

Icon