સંસ્કારી નગરી એવા વડોદરામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વનો આતંક વધતો જઈ રહ્યા છે. વડોદરા શહેરના ગોરવા-ઉંડેરા રોડ પર આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં અસામાજિક તત્વોએ એક યુવકને જાહેર માર્ગ પર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં ઉંડેરા-ગોરવા રોડ પર પેટ્રોલ પંપની સામે આ ઘટના બની હતી. આ હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.