Source : Fauja Singh ,114 Yr-old Marathon Runner
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંધીયા ગામ પાસે આવેલી નદી ઉપર નાનો બ્રિજ જોખમી છે. છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતો રસ્તો છે. 25થી વધુ ગામોના લોકો આ રસ્તા ઉપર થી પસાર થાય છે. આ નાના બ્રિજ માં રેલીંગ લગાવવામાં આવેલ નથી બ્રિજ નો એક છેડા નો ભાગ ધોવાઈ ગયેલ છે તેમાં માટી પુરાણ કરીને ચલાવવામાં આવે છે. સ્થાનિક લોકો નો આક્ષેપ છે કે બ્રિજ બનાવવા માટે વારવાર રજૂઆત કરી છે નાનો પુલ જર્જરિત અવસ્થામાં છે. નદીમાં પાણી આવે છે. ત્યારે નાના પુલ ઉપરથી વહે છે. અનેક વાર લોકો પાણી આવ્યું હોય ત્યારે બાળકો શાળાએથી પરત આવે ત્યારે પાણી ઉતારવાની રાહ જોઈને બેસી રહે છે. 25 ગામોના વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપરથી નર્મદા જિલ્લામાં અભ્યાસ માટે જાય છે. ચોમાસામાં જોખમી નાનો પુલ ઉપરથી પસાર થવું મુશ્કેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસનો વિસ્તાર વિકસાવવામાં આવ્યો ત્યારે અમારા ગામડાઓને જોડતા રસ્તા ઉપર પુલ બનાવવા માટે ની માંગ કેમ સંતોષવામાં આવતી નથી. વિકાસના દાવાઓ વચ્ચે 25 જેટલા ગામડાઓ ના લોકો હેરાન પરેશાન છે અનેક વાર નાના બ્રિજ ઉપર થી વાહનો તણાઈ જવાની ઘટના બને છે.