અમદાવાદ જનમાર્ગ લીમીટેડની શુક્રવારે બેઠક મળી હતી. આ બેઠકમાં બી.આર.ટી.એસ.તથા એ.એમ.ટી.એસ. માટે કુલ મળીને ૨૬૦ ઈલેકટ્રિક બસ લેવા મંજૂરી માંગતી દરખાસ્ત અનિર્ણિત રાખવામા આવી હતી. જેબીએમ ઓટો પાસેથી તેમની ઈલેકટ્રિક બસમાં આગ લાગે ત્યારે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની સલામતી અને સુરક્ષા માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામા આવશે એ અંગે રીપોર્ટ મંગાવવા સત્તાધીશોએ જનમાર્ગના અધિકારીઓને સુચના આપી છે.

