
છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાંથી ચોરીના સમાચાર સતત સામે આવી રહ્યા છે. એવામાં અમદાવાદમાંથી ફરીથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોલીસે ગેરકાયદેસર બાયોડિઝલ ઝડપી પાડ્યું છે. અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG) પોલીસ દ્વારા આ ગેરકાયદેસર બાયોડિઝલ ઝડપી પડાયું છે.
અમદાવાદ શહેરમાં કઠવાડા વિસ્તારમાં જીઆઈડીસી પાસેથી ગાડીમાંથી આ બાયોડિઝલ પોલીસે ઝડપી પાડ્યું છે. રુપિયા 70 હજારની કિંમતનું 1000 લીટર બાયોડિઝલ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ આ અંગે સાથે હિંમતસિંહ રાઠોડ, પ્રતિક પટેલ અને આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.