રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ITના દરોડા પડ્યા છે. ગુજરાતના વલસાડમાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા હતા. ઈન્કમટેક્સ વિભાગે શહેરના પ્રખ્યાત બિલ્ડરને ત્યાં દરોડા પાડ્યા હતા. IT વિભાગના મોટી સંખ્યાના અધિકારીઓ આ દરોડામાં જોડાયા હતા. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ બિલ્ડરની કંપની, વેરહાઉસ, ઘરોમાં અને બેન્કોમાં દરોડા પાડ્યા હતા.

