રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં કુખ્યાત ગેંગના બે સાગરીતોને દબોચ્યા છે. મળતા અહેવાલ અનુસાર રાજકોટ ક્રાઈમ બ્રાંચે મોટી સફળતા હાંસલ કરી છે, જેમાં પોપટસિંગ ઉર્ફે મલખાન ગોકુલસિંગ સિક્લીગર અને શેરૂસિંગ સુનિલશીગ સિક્લીગર સહિતના બે તસ્કરોને ઝડપી લીધા છે. આ તસ્કરો રાજકોટ અને અમદાવાદ સહિતના અન્ય શહેરોંમાં મોટાપ્રામાણમાં ચોરીઓ કરી હતી.

