ગોતાબ્રિજ પરથી બાઇક ઉપર એક યુવક અને યુવતી જતા હતા યુવકે પુરઝડપે ચલાવતા બાઇક ડિવાઇડર અથડાતા બાઇક ચાલક યુવક અને પાછળ બેઠેલી આસામની યુવતી બ્રિજની નીચે પટકાયા હતા. જેમાં યુવતીનું મોત થયું હતું જ્યારે બાઇક ચાલક બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસ તપાસમાં યુવતીએ રેપીડો બુક કરાવી હોવાથી યુવક પાછળ બેસીને જતી હતી તે સમયે અકસ્માત થયો હતો.

