
ગુજરાત એટીએસે પ્રતિબંધિત સાયકોટ્રોપીક સબસ્ટન્સ ફેંટાનીલ બનાવવા માટે પ્રિકર્સસનો જથ્થો એર કાર્ગો દ્વારા મેક્સિકો અને ગ્વાટેમાલા દેશોમાં મોકલનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી વિદેશી ડ્રગ્સ માફિયાઓ સાથે મળીને આ રેકેટ ચલાવતા હોવાનું ખુલાસો થયો છે.
ગુજરાત એટીએસએ આરોપી સતીશ સુતરિયા અને યુક્તા કુમારી મોદી સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. એટીએસને વર્ષ-2024માં બાતમી મળી હતી કે સુરતના એથોસ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, અગ્રત કેમિકલ્સ અને એસઆર કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સના ભાગીદાર તેમજ વિદેશી ડ્રગ્સ માફિયાઓ ભેગા મળીને ફેંટાનીલ બનાવવા માટેના પ્રિકર્સસ અન્ય દવાના નામે એરકાર્ગો મફતે વિદેશમાં મોકલી આપતા હતા તેવું તપાસમાં સામે આવ્યું છે. કે જે એન્ડ કે ઇનપોટ કંપનીના ત્યાંના કુખ્યાત સિનાલોઓ કાર્ટેલ ગેંગ સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે
મળતી માહિતી પ્રમાણે 1-Boc-4-piperidone (N-Boc-4-piperidone) અને 4-piperidone મટીરીયલ જેનો ઉપયોગ પ્રતિબંધીત ડ્રગ્સ ફેન્ટાનિલ બનાવવા માટે થાય છે , United Nations | International Narcotics Control Board (INCB) દ્વારા Red List માં મુકવામાં આવેલ તથા ભારત સરકારના Central Bureau of Narcotics (CBN) દ્વારા પણ International Special Surveillance List (ISSL) હેઠળ રેડ લિસ્ટમાં મૂકવા આવેલ છે તેમ છતાં આરોપીઓ કસ્ટમ અને અન્ય એજન્સીઓને ખોટા દસ્તાવેજમાં બોગસ નામ અને ઇન્વોઇસથી ભારતમાં ખરીદી કરી બોગસ બિલ બનાવી ખોટા નામ આપી અને વિદેશી સિનાલાઓ કાર્ટેલ ગેંગને એર કાર્ગો મારફતે મોકલતા હતા.આ ઘટના બાદ એક વર્ષમાં અત્યાર સુધી આરોપીઓએ કેટલો આવો ડ્રગ્સ કેમિકલનો જથ્થો વિદેશ મોકલી આપ્યા છે અને આર્થિક વ્યવહાર કેટલો થયો છે તેની તપાસ શરૂ કરવામાં ગુજરાત એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે.