સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં રાજ માર્ગ પર ચોક બજારથી ભાગળ વિસ્તારમાં રોડની બંને તરફ દબાણની સમસ્યા વધી રહી છે. આ વિસ્તારમાં કેટલાક દુકાનદારો જ પોતાની દુકાન બહાર લારીગલ્લા પાથરણાવાળાને ઉભા રાખી ભાડા વસુલી દબાણ કરી રહ્યાં છે. પહેલા માત્ર દિવસે જ દબાણ થયા હતા હવે રાત્રી દબાણના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. આ અંગેની વ્યાપક ફરિયાદ બાદ ગઈકાલે જાહેલા તંત્રએ રાત્રીના દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.

