ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળા થઈ રહ્યો હતો. લોકોએ પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર અંગેના સરકારને સવાલ કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'હાલના વીજ મીટર અને સ્માર્ટ વીજ મીટરની કામગીરી સમાન છે. સ્માર્ટ મીટરમાં તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે.'

