સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે આજરોજ અકસ્માત સર્જાયો હતો. જેમાં મનપાની કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થિનીને કચડી મારતા અરેરાટી મચી હતી. મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થિનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો. પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એક કલાક સુધી વિદ્યાર્થીને એની લાશ રસ્તા ઉપર રઝળતી રહી હતી. અડાજણ પોલીસ એક કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

