દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં સંગઠન ચૂંટણીને લઈને રવિવારે મોટી બેઠક યોજાઈ હતી. જે પ્રમાણે રાજ્યોમાં ઉત્તરાયણ સુધીમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાની ચર્ચા થઈ હતી. ગુજરાતમાં પણ સીઆર પાટીલની ટર્મ પૂરી થઈ ગઈ હોવાથી અને તેઓ કેન્દ્રમાં જતાં ગુજરાત ભાજપમાં નવા અધ્યક્ષ અને નવા સંગઠનની નિમણૂંક થશે. જેમાં શહેર, તાલુકા, જિલ્લા અને પ્રદેશના સંગઠનમાં ઘરખમ ફેરફાર થશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂંક પણ જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું કરવાનું મિટિંગમાં નક્કી થયું છે.

