
અવારનવાર આપણે અલગ અલગ જાતના કૌંભાડ વિશે સાંભળતા હોઈએ છીએ પરંતુ ગુજરાતના પાટણમાંથી ધરવપરાશમાં રાંધણ માટે વપરાતા ગેસ સિલિન્ડરમાં રીફિલિંગ મામલે એક કૌંભાંડ સામે આવ્યું છે. પાટણ જિલ્લામાંથી એસઓજી પોલીસે ચારૂપ ગામેથી ગેરકાયદેસર ગેસરીફીલિંગનો પર્દાફાશ કર્યો છે. ચારૂપ ગામે ભારત ગેસ એજન્સીના માણસો ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગ કરતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : AMCની પરીક્ષામાં રિઝલ્ટ સાથે ચેડાં કરવા બાબતે સિનિયર કલાર્ક સસ્પેન્ડ
અનધિકૃત રીતે ગેસ રીફીલિંગ કરતા બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ પોલીસે સ્થળ પરથી 60 બાટલા સહીત અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 3 લાખ 40 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ગેરકાયદેસર રીફીલિંગ મામલે વાગડોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે તેમજ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.