Home / Gujarat / Ahmedabad : ramkamal-dass-50-children-allegation-of-fraud-in-election-list-sadhus-angry

રામકમલ દાસના 50 બાળકો...? ચૂંટણી યાદીમાં 'ફ્રોડ'નો આરોપ, કોંગ્રેસ સામે ગુસ્સે થયેલા સાધુ-સંતોએ કર્યો ખુલાસો

રામકમલ દાસના 50 બાળકો...? ચૂંટણી યાદીમાં 'ફ્રોડ'નો આરોપ, કોંગ્રેસ સામે ગુસ્સે થયેલા સાધુ-સંતોએ કર્યો ખુલાસો

Source : gstv

વારાણસીના ભેલુપુર વિસ્તારના વોર્ડ નંબર 51, કાશ્મીરીગંજના ઘર નંબર B 24/19 ખાતે રહેતા રામકમલ દાસના નામે ચર્ચામાં આવેલો મતદાર યાદીનો વિવાદ હવે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં જોર પકડી રહ્યો છે. મતદાર યાદીમાં રામકમલ દાસને 50થી વધુ "પુત્રો"ના પિતા તરીકે નોંધવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટા પુત્રની ઉંમર 72 વર્ષ અને સૌથી નાના પુત્રની ઉંમર 28 વર્ષ દર્શાવાયેલી છે. અસંભવ લાગતી ઘટનાએ લોકોના મનમાં શંકા ઉભી કરી છે: શું ખરેખર ચૂંટણીમાં અનિયમિતતા છે, કે પછી તેની પાછળ કોઈ સાંસ્કૃતિક કે ધાર્મિક કારણ છે? મામલો શું છે?

Icon