Home / Gujarat / Surat : 19-year-old girl from Patidar community commits suicide

Surat News: પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા

Surat News: પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો આપઘાત, બ્લેકમેલિંગથી કંટાળી પગલું ભર્યાની આશંકા

સુરતના કતારગામમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. શિક્ષિકાના આપઘાતની માહિતી મળતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિકૃત યુવક કરતો હતો બ્લેકમેલ

મળતી માહિતી મુજબ, સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક વિકૃત યુવક આ પાટીદાર યુવતીને પરેશાન કરતો હતો અને કોઇક કારણોસર બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. જોકે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ યુવક કોણ છે અને તેને કઈ બાબતે બ્લેકમેલ કરતો હતો. 

પોલીસે હાથ ધરી તપાસ

આ મુદ્દે સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો અને શિક્ષિકાને વિકૃત યુવક દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ, પોલીસે આ બાબતને ધ્યાને લઈ તપાસ હાથ ધરી છે. આ સિવાય યુવતી દ્વારા કોઈ સુસાઇડ નોટ કે વીડિયો બનાવ્યો છે કે કેમ તે વિશે પણ શોધખોળ ચાલી રહી છે. 

 

 

Related News

Icon