Source : Gstv
રાજસ્થાન ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે અમદાવાદના વાસણા બેરેજનું લેવલ પણ વધી જતાં તેમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદનો રિવરફ્રન્ટ પણ પાણીમાં ડૂબ્યો છે ત્યારે અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા ધોળકાના સરોડા ગામે સીમ વિસ્તારમાં ચાર લોકો નદીના પાણીમાં ફસાયા હતા.
સાબરમતીમાં પાણી છોડાતાં બે કાંઠે વહેવા લાગી છે ત્યારે ધોળકા તાલુકાના સરોડા ગામે સાબરમતીનું જળસ્તર વધતા ગામના ખેતર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે. સરોડાના ભાઠા વિસ્તારમાં ચાર જેટલો લોકો ફસાતા ધોળકા ફાયર બ્રિગેડને બચાવ માટે કોલ મળ્યો હતો. જે પછી તુરંત ધોળકા ફાયર બ્રિગેડની ટીમ સરોડા ગામે ફસાયેલા લોકોને કાઢવા માટે પહોંચી હતી.
દોઢેક કલાકની ભારે જહમત બાદ બહાર બે લોકોને ધોળકા નગરપાલિકાની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ધોળકા મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત ધોળકા રૂલર પોલીસ સહિતની ટીમો રેસ્ક્યુમ કરવા ખડે પગે રહી હતી.