છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આવેલી પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી જર્જરિત અવસ્થામાં છે. 99 વર્ષ જૂની કચેરીમાં કામ કરતા કર્મચારીઓને જીવનું જોખમ રહેલું છે. અધિકારી અને કર્મચારીના શૌચાલયના દરવાજા જ નથી. વગર દરવાજે એક વર્ષથી ચલાવવામાં આવે છે. આ કચેરી સંખેડા અને બોડેલી તાલુકાના પંચાયત માર્ગ મકાન વિભાગના 40 કરોડના કામ તેમજ તાલુકા પંચાયતના 50 કરોડના કામનું નિરીક્ષણ કરે છે અને તે જ કચેરી જર્જરિત છે. જે રીતના પુલો જર્જરિત બન્યા તેનું સર્વે કરવામાં આવ્યું ત્યારે આ કચેરીનું સર્વે ક્યારે કરવામાં આવશે. સંખેડા તાલુકાની પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા રોડ રસ્તાનો વિકાસ કરવામાં તેઓની કચેરીનો વિકાસ કરવાનું ભૂલી ગયા છે. તેઓની કચેરી નબળી હોય તો તાલુકાના કામો કેવા હશે. તે આના ઉપરથી ફલિત થાય છે. અધિકારીઓ આ બાબતે જવાબ આપવા માટે મોં સીવી લીધું હતું.