હાલ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ લથડતી નજરે પડી રહી છે. અસામાજિક તત્ત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવી રીતે આતંક મચાવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. એક ઘટના હજુ પતી નથી ત્યાં બીજી ઘટના સામે આવી રહી છે. થોડા દિવસ પહેલાં રાજ્યના પોલીસ વડાએ 100 કલાકમાં રાજ્યભરના અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. જ્યારે હવે રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

