અમદાવાદમાં ઓટો રિક્ષામાં 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ફરજીયાત કરવામાં આવ્યા છે. અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં રિટ કરી છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ના લગાવનારા સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ના કરવા અને દંડને રદ કરવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે.

