Surendranagar News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેગકાયદેસર બાંધકામને તોડી પાડવ માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. એવામાં સુરેન્દ્રનગરમાં અસામાજીક તત્વોના ગેરકાયદેસર બાંધકામને તોડી પડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર વિસ્તારમાં 3 મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા આવારા તત્વોએ ગેરકાયદેસર મકાનો ઉભા કર્યા હતા.

