Market Yards Closed in Gujarat: ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. માર્ચ એન્ડિંગની કામગીરીને કારણે બોટાદ, જામનગર અને ઊંઝા માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયા માટે હરાજી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન માર્કેટ યાર્ડમાં વાર્ષિક હિસાબની કામગીરી હાથ ધરવામાં આવશે. જો કે, પહેલી એપ્રિલ 2025થી યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરુ થશે.

