વલસાડ જિલ્લાના કપરાડાના પીપલસેત ગામે ઘરઆંગણે દીપડો આવીને બેસી ગયો હતો.જેથી પરિવારજનોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો..ઘર આંગણે દીપડો બેઠો હોવાના કારણે આસપાસના રહીશોએ ઘરના નળિયા ખસેડીને પરિવારજનોને ઘરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા..વનવિભાગની ટીમને જાણ કરવામાં આવતા દીપડાનું રેસ્કયૂ કરાયું હતુ.

