Home / Gujarat / Surat : Fraudsters lured profit in the stock market

Surat News: શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી, એપ્લિકેશન બનાવી 87.4 લાખ પડાવ્યા

Surat News: શેરબજારમાં નફાની લાલચ આપી છેતરપિંડી, એપ્લિકેશન બનાવી 87.4 લાખ પડાવ્યા

છેતરપિંડીના અવનવા કેસ સુરતમાં સામે આવે છે. ત્યારે સુરતમાં એપ્લિકેશન ડેવલપર તરીકે ઓળખાતો એક યુવાન તમિલનાડુના મદુરાઇ શહેરમાં થયેલા સાયબર ફ્રોડના કેસમાં ઝડપાયો છે. આ આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી તમિલનાડુના ફરિયાદી સાથે કુલ 87.4 લાખની છેતરપિંડી કરી હતી. પોતે એપ્લિકેશન બનાવી છેતરપિંડી આચરી હતી. ‘સીક્યોર સ્માર્ટ ટ્રેડિંગ’ જેવી ભ્રામક અને ખોટી એપ્લિકેશનનો ઉપયોગ કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુરતમા બેઠાં બેઠાં આચરી છેતરપિંડી

મદુરાઇ સિટીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી સુરત શહેરમાં રહે છે. આ ગુનામાં આરોપી હકાભાઇ ઉર્ફે હકેશ પ્રેમજીભાઇ શેખ જે વ્યવસાયે એપ્લિકેશન ડેવલોપર છે અને સુરતના ડભોલી ગામના ગાયત્રીનગર સોસાયટી, ગાયત્રી મંદીર પાસે રહે છે, તે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો.આ આરોપીએ ફરિયાદીને સૌપ્રથમ ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને શેર માર્કેટ ટ્રેડિંગ દ્વારા મોટો નફો મળશે એવી લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીએ ફરીયાદીને ‘સીક્યોર સ્માર્ટ ટ્રેડિંગ’ નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરાવી અને તેની સાથે ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

શેર માર્કેટમાં રોકાણના નામે રૂપિયા માંગ્યા

એપ્લિકેશન ડેવલપર હકેશ શેખે આપેલા ખોટી વાતો અને લાલચમાં આવી ફરિયાદીએ અલગ અલગ બેંકોમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આરોપીએ શેર માર્કેટમાં રોકાણના નામે સતત રૂપિયા માંગ્યા હતા અને પુનઃ ખોટા નફા દર્શાવી ફરિયાદી પાસેથી કુલ 87.4 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. પરંતુ અંતે કોઈપણ રોકાણ કરાયા વગર આ આખી રકમ પોતના અકાઉન્ટમાં લઇને છેતરપિંડી આચરી હતી. મદુરાઇ સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી ચાલી રહી હતી. જ્યારે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને આરોપી વિશે માહિતી મળી, તેમજ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાતી સુરત શહેર પોલીસની ટીમે તમિલનાડુ પોલીસની સૂચનાથી આરોપીને શોધી કાઢ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related News

Icon