Bhavnagar news: ગત મહિને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આંતકવાદી હુમલાની ઘટનામાં ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા-પુત્રનાં મોત થયા હતા. આ બનાવને લઈ મનિન્દરજીતસિંહ બીટા આજે મૃતક પિતા-પુત્રના ઘર પર પહોંચ્યા હતા જ્યાં શ્રદ્ધાંજલી સાથે પરિવાર પાસેથી પૂરતી ઘટનાની જાણકારી મેળવી હતી.

