વડોદરા: શહેરના એન્ફોર્સમેન્ટ વિભાગમાં પી.એફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો છે. પી.એફ ઇન્સ્પેક્ટરએ ફરિયાદી પાસેથી ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી હોવાનું જણાવી દંડ થશે એવી વાત કરી લાંચ માંગી હતી. દંડ અને કેસ થવાની કાર્યવાહીથી બચવા માટે ફરિયાદી પાસે પી.એફ ઇન્સ્પેક્ટર બિનોદ હરિકાંત શર્માએ લાંચ માંગી હતી.

