ગુજરાતની 6332 શાળાઓમાં રમતના મેદાન નથી. ખેલ મહાકુંભ અને રમશે ગુજરાતના નારા સાથે રાજ્ય સરકાર ભલે ગમે તેટલાં મેળા કરે પરંતુ 2024માં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતની 53851 માન્ય શાળાઓમાંથી 6332 શાળાઓ એવી છે, જ્યાં સમ ખાવા પૂરતા પણ રમતના મેદાન નથી.

