સુરતમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો વણસ્યા બાદ હંમેશા તકરાર થતી હોય છે. ત્યારે આવી જ એક તકરાર આરટીઓ ઈન્સ્પેક્ટર અને તેમના પત્ની વચ્ચે થઈ હતી. આરટીઓ ઇન્સ્પેક્ટર અન્ય મહિલા સાથે રહેતો હોવાના આરોપી સાથે પત્ની તેમના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં અન્ય મહિલા સાથે રહેતા પતિને રંગેહાથ ઝડપ્યો હતો. આ વખતે તે પોલીસને સાથે લઈને ગઈ હતી. પતિ અડાજણ પાલમાં આરટીઓ ઇન્સ્પેક્ટર તરિકે ફરજ બજાવે છે. પત્નીએ અન્ય મહિલાના ઘરેથી પતિને લાઈવ પકડ્યા હતાં. બાદમાં સમગ્ર મામલો મામલો ઉમરા પોલીસ મથકે પહોચ્યો હતો. બન્નેના લગ્ન વર્ષ 2020માં થયા હતા. તેમને સંતાનમાં ચાર વર્ષનો દીકરો પણ છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, પત્નીએ પોતાના જ પતિ પર ગંભીર કહી શકાય તેવા આરોપ લગાવ્યા છે.

