સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઓલપાડના સાયણ વિસ્તારમાં સગીર યુવકની હત્યા થઈ હતી. સાયણના કાશી ફળીયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝગડામાં હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે તે પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી તેને જેલ ભેગો કરી દીધો હતો.

