ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ સાથે કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, હિંમતનગર સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ ભાજપની વિદ્યાર્થી પાંખ (ABVP) દ્વારા SC-STના નર્સિંગ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા વિરોધ નોંધવવામાં આવી રહ્યો છે. રોડ-રસ્તા ચક્કાજામ કરી, પૂતળું બાળવા સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ ઘટનાસ્થળે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ક્યાંક ક્યાંક પોલીસે કાર્યકર્તાઓને ટિંગાટોળી કરીને ઉઠાવ્યા હતા.

