પંચમહાલમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે તેની સાથે સાથે સામાન્ય જનમાનસમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક માથાભારે શખ્સે દુકાનદાર પાસેથી પૈસાની માંગણી કરી હતી. જો કે, દુકાનદારે પૈસા ન આપતા માથાભારે શખ્સે દુકાનદારના ઘરે પહોંચી ગાડીની તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

