અમદવાદ: ગઈકાલે ચાંગોદર વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે ગાડીમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ હતા કે નહિ તે બાબતે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પરંતુ કલાકાર દેવાયત ખવડની ગાડી પર હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા શરુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

