ગીર સોમનાથમાં નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઈ કાતિરા અને વોર્ડ નંબર 2ના કોંગી ઉમેદવાર વર્ષાબેન કાતીરા ભાજપમાં જોડાયા છે. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના નેતૃત્વમાં બંને કોંગેસ ઉમેદવારોએ ભાજપમાં જોડાઇને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

