Dahej Bharuch News: ભરૂચના દહેજમાં બસ, ટેમ્પો અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે. દહેજ ખાતે રિલાયન્સ ટાઉનશિપ અને SEZ-1ના ગેટ નજીક ખાનગી બસ, આઇશર ટ્રક, અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં સવાર એક મુસાફરનું મોત થયું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

