
ખેડા જિલ્લાના કણઝરીની જાણીતી મૉડલ રિદ્ધિ સુથારે લાંભવેલ પાસે કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. જો કે, વડતાલ પોલીસ આ આપઘાત કેસની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. રિદ્ધિ સુથારે આપઘાત પહેલા પોતાના પતિ ઋષિન પટેલ સાથે 52 સેકન્ડ મોબાઈલથી વાત કરી હતી. મૃતક રિદ્ધિ સુથારનો મોબાઇલ ફોન ઘરેથી જ સ્વિચ ચૉફ હતો.જે હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. જે આ કેસમાં મહત્ત્વની કડી સાબિત થવાનો હતો.
મૉડલ રિદ્ધિ સુથારનો મોબાઈલ ફોન નહેરમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યાએ નાખી દેવામાં આવ્યો કે કોઈએ પુરાવા છુપાવવા નષ્ટ કર્યો તે દિશામાં પણ પોલીસે કરી રહી છે તપાસ. પોલીસે તમામ સીસીટીવી ચેક કરતા રિદ્ધિ સુથાર એકલીજ નીકળી હોવાનું આવ્યું સામે આવ્યું છે. ઘરેથી કાર લઈને રિદ્ધિ સુથાર એકલી જ નીકળી હતી અને લાંભવેલ પાસેની કેનાલમાં પડતું મૂકીને આપઘાત કર્યો હતો.
રિદ્ધિ સુથારનું પાણીમાં ડૂબવાથી મોત થયું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે. મૃતક રિદ્ધિના શરીર પર અન્ય કોઈ જ ઘા કે ઈજાના નિશાન મળ્યા નથી. રિદ્ધિ સુથાર પોતાના બાળક સાથે છેલ્લા ઘણા સમયથી આણંદ ખાતે માતા પિતા સાથે પોતાના પિયરમાં જ રહેતી હતી.મૃતક રિદ્ધિ સુથારની કાર નહેર પાસેથી ચાલુ હાલતમાં મળી આવી હતી.
મૉડલ રિદ્ધિ સુથાર આપઘાત કેસની ઉંડાણથી તપાસ
આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ નીતિરાજસિંહ ઝાલા સાથે થયેલ ટેલિફોનિક વાતચીત અનુસાર હજુ સુધી આપઘાત કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મૃતક રિદ્ધિના ગુમ થયેલા મોબાઈલ ફોનની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે. મોબાઇલ ફોન મારફતે ઘણી બધી વિગતો જાણવા મળી શકે છે. મૃતક રિદ્ધિ સુથારે આપઘાતનું પગલું કેમ ભર્યું તેને લઈ વડતાલ પોલીસ ઊંડાણપૂર્વક કરી રહી છે તપાસ. આખરે અપઘાત કરવા પાછળનું કારણ શું હતુ? તે રહસ્ય પોલીસ કેટલા સમયમાં બહાર પાડવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.