
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલી મામલતદાર કચેરીના દરવાજેથી પસાર થતા એક વૃદ્ધને આઈસરે કચડી દેતા મોત થયું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થયા હતા. મૃતકની ઓળખ સામે આવી હતી. કનૈયાલાલ નામના વૃદ્ધનું આઈસરના ટાયર નીચે આવી જતા મોત થયું હતું.
ઊંઝા શહેરમાં ટ્રાફિકથી ધમધમતા અને ભરચક વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીથી બહાર ઝેરોક્ષ કાઢવા જતા અશક્ત વૃદ્ધ આઈસરના ટાયર નીચે આવી ગયો હતો. અને જોતજોતામાં વૃદ્ધના ઉપરથી આઈસર ફરી વળીને જતું રહ્યું હતું. જો કે ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઊંઝા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.