
સ્વામિનારાયણ ના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોતે ભરાયો છે ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં ભારે વિરોધ પ્રદર્શન થયું હતું.
દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગૂગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એચડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને સાત દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહી આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માગવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.