
પાટણ શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ગર્ભપરીક્ષણ થતું હોવાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાટણ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે.
પાટણ શહેરમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં Pc, pndt, એકટના કાયદાનો ભંગ કરવા બદલ ડૉકટર ભદ્રેશ જે પંચીવાલા નામની હોસ્પિટલના સોનોગ્રાફી મશીનને સીલ કરાયા છે. આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસરે હોસ્પિટલના ડૉક્ટર ભદ્રેશ પંચીવાળાને અગાઉ પણ નોટિસ આપી હતી. પરંતુ ડોક્ટરને નોટિસ આપ્યા બાદ આ મુદ્દો તાલુકા એડવાઈઝરી કમિટીમાં મુકાયો હતો. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને કમિટીએ તાત્કાલિક ધોરણે ભદ્રેશ પંચીવાળાની હોસ્પિટલના બે સોનોગ્રાફી મશીનો સીલ કરવાની ભલામણ કરાઈ હતી. ડોક્ટરના સોનોગ્રાફી મશીન સીલ થતા અન્ય ગાયનેક ડોક્ટરોમાં ભયનો માહોલ ફેલાયો છે.