
વડોદરા જિલ્લાના સાવલીમાં ફરી એકવાર મૃતદેહ મળવાનો કિસ્સો સામે આવ્યો છે. સાવલીના ભાદરવા ચોકડી વિસ્તારમાં આવેલી કેવિન મેડિકલ બાજુમાં આશરે 40 વર્ષીય શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકનું નામ કાળુભાઈ મોનાભાઈ પરમાર હોવાનું અને મૃતક સાવલીના માતા ભાગોળ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે લૂ લાગવાથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે આજે સાવલીના આધેડનો મૃતદેહ મળી આવતા સ્થાનિકો પણ વિવિધ ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
વડોદરાના સાવલીમાં આજે બીજા દિવસે પણ મૃતદેહ મળી આવવાનો બનાવ સામે આવ્યો હતો. ગઈકાલે ગરમી અને લૂથી એક યુવકનું મોત થયું હતું. જ્યારે આજે સાવલીના જ આધેડનો મૃતદેહ મળતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.બનાવની જાણ થતા સાવલી પોલીસે ઘટનાસ્થળે જઈ મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.