
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્મોતની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. આ માર્ગ અકસ્માતોમાં જાનહાનિના પણ કિસ્સા વધી રહ્યા છે. આજે સોમવાર હોવાથી રાજ્યમાં ત્રણ જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી.
છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામ પાસે બે બાઈક સામસામે અથડાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. બીજી અકસ્માતની ઘટનામાં મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલમાં રિક્ષા ખાબકી હતી. જો કે કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ હોવાથી કોઈ જાનહાનિ નહોતી થઈ. પરંતુ રિક્ષામાં સવાર એક પેસેન્જરને ઈજા થઈ હતી.
ત્રીજો અકસ્માત સુરત જિલ્લામાં કામરેજના નવી પારડી ગામ પાસે પિકઅપ બોલેરોનું ટાયર નીકળી જતાં પિક અપ બોલેરો ડીવાઈડર કૂદી સામેના ટ્રેકમાં ઘુસી ટ્રક પાછળ ઘુસી ગયો હતો જેથી એકનું મોત થયું હતું. અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો.