
કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટીનો બેવડા ધોરણ જનતા સમક્ષ દેખાયા - વડોદરા ના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં નોટો ઉડાવતો તેમજ નાચતો જોવા મળ્યો હતો. બળાત્કારના આરોપમાં જામીન પર છૂટેલો આરોપી આકાશ ગોહિલ છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામાજિક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે, અને પાછલા 11 વર્ષ થી સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન કરી રહ્યા છે.
ગત રવિવારે આવા જ એક સમૂહ લગ્ન યોજાયા હતા અને તેના ભાગરૂપે ડાયરો યોજાયો હતો. જેમાં આરોપી આકાશ પહોંચી ગયો અને સ્ટેજ પર જઈ રૂપિયાની નોટો ઉડાવતો જોવા મળ્યો હતો. વળી કેટલાક યુવકો એ તો આકાશ હીરો હોય તેમ તેના ગળામાં હાર પણ પહેરાવી લીધો હતો. હાર પહેરીને સ્ટેજ પર તે અન્ય યુવકો સાથે નાચતો પણ જોવા મળ્યો હતો. આકાશ સ્ટેજ પર કેવી રીતે પહોંચી ગયો તે મોટો સવાલ છે. આકાશ એક સમયે ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહનો નજીકનો ગણાતો હતો જોકે બળાત્કારના આરોપ બાદ ધર્મેન્દ્રસિંહે તેનાથી દૂરી બનાવી દીધી હતી તો પછી તે કેવી રીતે અહીં સ્ટેજ પર આવ્યો તે એક સવાલ છે.
એક તરફ ભાજપના ગૃહરાજ્ય મંત્રી અસામાજિક તત્વનો ઘર તેમજ દબાણો પર બુલડોઝર ફેરવવાની વાતો કરે છે અને બીજી તરફ જે સમૂહ લગ્નમાં જાતે ગુજરાતન મુખ્યમંત્રી આવવાના હોય એ જ સમૂહ લગ્નની પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં એજ સ્ટેજ પર બળાત્કારનો આરોપી નાચતો અને નોટો ઉડાવતો જોવા મળે છે. કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી ના બેવડા ધોરણ જનતા સમક્ષ જોવા મળ્યા છે.
નોંધ: વાયરલ વીડિયોને Gstv સાથે કોઈ લેવા દેવા નથી