
દેશની રાજધાની નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર ફરી એકવાર પ્રવાસીઓનું કિડીયારું ઊભરાતા ભારે અંધાધૂંધી સર્જાઈ છે. જે ગત મહિને સર્જાયેલી કરુંણાંતિકાની યાદ અપાવે તેવી છે. જો કે, આ વખતે એકદમ ગંભીર સ્થિતિ તો નથી પરંતુ રેલવે ટ્રેક પર અન્ય ટ્રેનો હાજર છે, તેમજ રવિવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ છે. જેથી પ્લેટફોર્મ પર ભારે જનમેદની એકઠી થઈ ગઈ છે.
આ દરમ્યાન રેલવેવે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભારે ભીડ હતી, કોઈ નાસભાગ કે નાસભાગ જેવી પરિસ્થિતિ નહોતી. હોલ્ડિંગ વિસ્તારમાંથી અનરિઝર્વ્ડ મુસાફરોને લેવા માટેના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી સ્ટેશનથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક ટ્રેનોના મોડા દોડવાના કારણે વધારાની ભીડ એકઠી થઈ હતી. હવે કેટલીક ટ્રેનો રવાના થઈ ગઈ છે અને પરિસ્થિતિ સારી છે. કોઈ નાસભાગ કે ઈજાની ઘટના બની નથી.
https://twitter.com/ANI/status/1903852387133243608
મહાકુંભ દરમ્યાન થયેલી દુર્ઘટનાની યાદ અપાવી
સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ જે પહેલાથી એક પ્લેટફોર્મ પર હતી. જ્યારે જમ્મુ-રાજધાની એક્સપ્રેસ અને લખનઉ મેલમાં પણ વિલંબ થયો. હજારો પ્રવાસીઓએ પોતાની પોતાની ટ્રેનોની પ્રતીક્ષા કરવાને લીધે પ્લેટફોર્મ પર ભારે જનમેદની એકઠી થઈ હતી, જેના લીધે આવન-જાવન મુશ્કેલ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ગત મહિને 15 ફેબ્રુઆરીએ થયેલી નાસભાગમાં 18 પ્રવાસીઓના મોત થયા હતા. આ અંગે રેલવે વહીવટી તંત્રએ પાંચ અધિકારીઓને ચાર માર્ચે પોતાના હોદ્દા પરથી હટાવી દીધા હતા. આમાંથી બે અધિકારીઓ ઉત્તર રેલવે હેડ કવાર્ટરમાં નવી પોસ્ટિંગ આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, 15 ફેબ્રુઆરીની ઘટના માટે જવાબદાર લોકોની તપાસ માટે એક હાઈ લેવલની તપાસ ચાલી રહી છે. જે અધિકારીઓની બેદરકારીથી આ દુખદ ઘટના બની હતી, તેને માત્ર ટ્રાંસફરના માધ્યમથી નહિ છોડવામાં આવે. તપાસ રિપોર્ટના તારણોના આધારે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.