
Aamir Khan: બોલિવૂડ મિસ્ટર પસફેક્શનિસ્ટ આમિર ખાન તેના 60માં જન્મ દિવસ પર પોતાના અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તેણે આ ખાસ પ્રસંગે પોતાની ગર્લફેન્ડ ગૌરી સ્પ્રેટને લઈને ખુલાસો કર્યો છે. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં અભિનેતાએ પોતાના ત્રીજા લગ્નને લઈને વાત કરતાં કહ્યું કે, 'મને ખબર નથીં કે, 60 વર્ષની વયે લગ્ન કરવા યોગ્ય છે કે નહીં.' તેની બીજી પત્ની કિરણ રાવ સાથે છુટાછેડા લીધા પછી તે ડેટિંગને લઈને ખૂબ જ ચર્ચામાં હતો. પરંતુ હવે તેણે એક વાતનો ખુલાસો કરતાં કહ્યું કે, 'મારા પહેલા લગ્ન તૂટ્યા પછી હું બિલકુલ ભાંગી પડ્યો હતો અને દારુની લત લાગી ગઈ હતી. હું 'દેવદાસ' જેવો બની ગયો હતો.' ચાલો તમને જણાવીએ કે અભિનેતાએ શું કહ્યું.
પહેલા લગ્ન તૂટ્યા પછી હું બિલકુલ ભાંગી પડ્યો હતો
હકીકતમાં આમિર ખાને ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથે વાત કરી તે દરમિયાન તેણે જણાવ્યું કે, 'જ્યારે મારી પહેલી પત્ની રીના દત્તા સાથેનો મારો સંબંધ તૂટી ગયો, ત્યાર બાદ હું બે-ત્રણ વર્ષ સુધી શોકમાં હતો. તે સમયે હું કોઈ કામ નહોતો કરતો. સ્ક્રિપ્ટ પણ સાંભળતો ન હતો. હું ઘરે એકલો રહેતો હતો અને લગભગ દોઢ વર્ષ સુધી ખૂબ દારૂ પીતો હતો. એક દિવસમાં એક બોટલ પૂરી થઈ જતી હતી.' મિસ્ટર પરફેક્શનિસ્ટે વધુમાં કહ્યું કે, 'તમને સૌને જાણીને નવાઈ લાગશે કે, મેં ક્યારેય દારૂ પીધો નહોતો પરંતુ, અલગ થયા પછી મને ખબર નહોતી પડતી કે શું કરવું.'
હું રાત્રે ઊંઘી શકતો ન હતો અને તેના કારણે મેં દારૂ પીવાનું શરૂ કર્યું
આમિરે કહ્યું કે, 'હું રાત્રે ઊંઘી શકતો ન હતો અને તેના કારણે મેં દારૂ પીવાનું શરૂ કર્યું. મેં ક્યારેય દારૂ પીધો ન હતો, પરંતુ એ પછી હું એક દિવસમાં એક બોટલ પૂરી પી જતો હતો અને મેં લગભગ દોઢ વર્ષ સુધી આવું કર્યું. મારી હાલત 'દેવદાસ' જેવી થઈ ગઈ હતી. હું મારી પોતાની જાતને તબાહ કરવા માંગતો હતો. અને ડિપ્રેશનનો શિકાર બન્યો.'
હવે આમિર ખાન નથી પીતો દારૂ
જોકે, આમિર ખાને ઝી મ્યુઝિક કંપનીની યુ-ટ્યૂબ ચેનલ માટે નાના પાટેકર સાથે વાત કરી હતી. આ સમય દરમિયાન તેણે પોતાના વિશે જણાવ્યું કે, તેમના જીવનમાં એક એવો તબક્કો આવ્યો જ્યારે તેઓ દારૂના વ્યસની બની ગયો હતો અને આખી રાત દારૂ પીતો રહેતો હતો. અભિનેતાએ પોતાને ઉગ્રવાદી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે એકવાર તે કંઈક કરે તો સતત એવું જ કર્યા કરતો હતો. તેનું માનવું છે કે, જો કોઈ કંઈક ગુમાવે છે, તો તેણે પોતાએ જ તેનો સામનો કરવો પડશે. તેને સ્વીકારવું પડશે કે તેની પાસે જે હતું તે હવે તેની પાસે નથી. આ વાતચીતમાં અભિનેતાએ એમ પણ કહ્યું કે તે હવે દારૂ પીતો નથી.
હાલમાં તે હવે ગૌરી સ્પ્રેટ સાથે સંબંધમાં છે
ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને રીના દત્તાના લગ્ન 1986માં થયા હતા. એ પછી બંનેએ વર્ષ-2002માં છૂટાછેડા લીધા હતા. આ લગ્નથી અભિનેતાને એક પુત્રી આયરા અને જુનૈદ થયા છે. ત્રએ પછી ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ-2005માં તેના જીવનમાં કિરણ રાવની એન્ટ્રી થઈ. પરંતુ, તેમનો સંબંધ પણ લાંબો સમય ટક્યો નહીં. વર્ષ-2021 માં આ કપલ અલગ થઈ ગયું. આ લગ્નથી તેમને એક પુત્ર આઝાદ છે. અને હાલમાં તે હવે ગૌરી સ્પ્રેટ સાથે સંબંધમાં છે.