
ભારતીય રેલવે સાથે સંકળાયેલી કંપની IRCTC ટ્રેનથી દેશના સાત જ્યોર્તિલિંગની યાત્રા કરાવવા માટે સ્પેશિયલ ટુર પેકેજ પુરો પાડી રહી છે. આની પર થનારો ખર્ચ પણ ઈએમઆઈથી ચુકવવાની સુવિધા આપી રહી છે.
આ જ્યોર્તિલિંગની યાત્રા કરી શકાશે
આ ટુર પેકેજ હેઠળ યાત્રિકો ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર જ્યોર્તિંલિંગ, ગુજરાતના સોમનાથ અને નાગેશ્વર જયોર્તિલિંગ, દ્વારકાધીશન મંદિર, બેટ દ્વારકા અને સિગ્નેચર બ્રિજ, નાસિકમાં આવેલા ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ, પંચવટી અને કાલારામ મંદિર, પૂણેમાં આવેલા ભીમાશંકર જયોર્તિંલિંગ ઔરંગાબાદમાં આવેલું ઘૃષ્ણેષ્વર જ્યોર્તિલિંગ અને સ્થાનિક મંદિરના દર્શન યાત્રિકો કરી શકશે. આ ટ્રેનની સુવિધા યોગનગરી ઋષિકેશ, હરિદ્વાર, મુરાદાબાદ, બરૈલી, લખનઉં, કાનપુર, ઝાંસી અને લલિતપુર મળશે.
ભારતીય રેલવે ટૂર પેકેજ માટે હપ્તામાં ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડી રહી છે
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTC દેશ અને વિદેશના મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવા માટે ટ્રેનોથી લઈને ફ્લાઇટ્સ સુધીના વિવિધ પેકેજો પ્રદાન કરે છે. હવે કંપની લોકોને ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ટુર પેકેજ ઓફર કરી રહી છે અને ખાસ વાત એ છે કે પ્રવાસીઓ હપ્તામાં અથવા EMI દ્વારા ખર્ચ ચૂકવી શકે છે.
આ પ્રવાસ 11 એપ્રિલથી શરૂ થશે
આઈઆસીટીસી ભારત ગૌરવ ટ્રેન દ્વારા દેશના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માટે ટુર પેકેજ પણ ચલાવે છે. હવે કંપની આ ટૂરિસ્ટ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગના દર્શન માટે ટૂર પેકેજ ચલાવી રહી છે, જે 11 એપ્રિલથી શરૂ થશે અને 22 એપ્રિલ, 2025 સુધી ચાલશે. આ ટુર પેકેજ 11 રાત અને 12 દિવસ માટે છે.
આટલો બધો ખર્ચ વિવિધ પેકેજો પર થાય છે
આ ટ્રીપના કમ્ફર્ટ કેટેગરી પેકેજમાં ડીલક્સ હોટલમાં એસી રૂમ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે અને પેકેજની કિંમત એક વ્યક્તિ માટે રૂપિયા 52,200 છે. સ્ટાન્ડર્ડ કેટેગરીના પેકેજમાં બજેટ હોટલોમાં એસી રૂમ અને અન્ય સેવાઓનો સમાવેશ થશે, જેનો ખર્ચ પ્રતિ વ્યક્તિ રૂ. 39,550 હશે. જ્યારે નોન-એસી રૂમવાળા ત્રીજા સ્લીપર કેટેગરીના પેકેજમાં, એક વ્યક્તિએ 23200 રૂપિયા ચૂકવવા પડશે.
ખર્ચને હપ્તાથી ચુકવવાની સુવિધા
મહત્ત્વની વાત તો એ છે કે, આ ટુર પેકેજ પર થતા ખર્ચને યાત્રી સરળતાથી હપ્તાથી ભરી શકે છે. આઈઆરસીટીસી આ યાત્રામાં લોકોની સુવિધા માટે જુદીજુદી બેંકો દ્વારા 816 રૂપિયા દર મહિને સરળતાથી ઈએમઆઈ પેમેન્ટની વ્યવસ્થા કરી રહી છે. આનો ઉદ્દેશ્ય એ છે કે ઓછી આવક ધરાવતા લોકો પણ આ સુવિધાનો વધુમાં વધુ લાભ ઉઠાવે. આમાં એલટીસીની સુવિધા પણ મળે છે.
આ રીતે બુકિંગ કરાવો
આ સુવિધાનો લાભ લેવા માટે અને જ્યોર્તિલિંગની યાત્રા કરવા માટે બુકિંગ કેવી હશે. તો જણાવી દઈએ કે આઈસીઆરસીટીસી ઉત્તર વિભાગ તરફથી અપાયેલી માહિતી પ્રમાણે આ પેકેજ માટે વહેલા તે પહેલાના ધોરણે કરાશે. યાત્રાના બુકિંગ માટે પર્યટન વિભાગ, ગોમતીનગર લખનઉમાં આવેલા આઈઆરસીટીસી ઓફઇસ પર જઈ શકો છો અથવા વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો.