
આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર શહેરમાં ઊભી રહેતી લારીઓના માલિકને ધમકી આપતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ધમકી આપનાર આણંદના ભાજપના યુવા નેતા દિનેશ જાદવે લારીધારકોને ધમકી આપી હતી. સવારે છ વાગ્યા પછી ઊભી રહેતી લારીઓના માલિકો પાસેથી 500 રૂપિયા દંડ પેટે વૂલવાની ધમકી આપી હતી.
લારીઓ જો પટ્ટાની બહાર હશે તો પણ 500 રૂપિયા દંડ વસૂલવાની ધમકી આપી હતી. આ વાયરલ વીડિયોમાં અશોકભાઈ નામના વ્યકિતને દંડની રકમ આપવાનો ઓડિયોમાં ઉલ્લેખ કર્યો છે. ગરીબો લારી પર શાકભાજી વેચીને પોતાનું પેટિયું રળતા હોય છે ત્યારે ભાજપના આ યુવા નેતાને લારીઓ વાળા પાસેથી દંડ ઉઘરાવવાની સત્તા કોને આપી તે એક મોટો પ્રશ્ન છે.
નોંધ: GSTV ઓડિયોની પુષ્ટિ નથી કરતું.