
છોટાઉદેપુર જિલ્લામાં ટીબીના દર્દીઓની સંખ્યામાં વધારો જણાતા આરોગ્ય વિભાગ પણ હવે ભુવાના ભરોસે લાગ્યા છે. ટીબીના દર્દીઓને શોધવા અને તેમને સારવાર આપવા ભુવાઓની આરોગ્ય વિભાગ મદદ લે છે. કારણ કે, ટીબીએ એક લાંબી અને ગંભીર બીમારી છે. જે મુખ્યત્ત્વે આપણા ફેફસાને અસર કરે છે. વિશ્વ ટીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા દર વર્ષે 24 માર્ચે ક્ષયરોગ દિવસ ઉજવે છે. ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં ટીબીથી પીડિત દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.
હવે ટીબી દૂર કરવા છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. જેથી ભુવાઓને આ કામ માટે ૧૦૦૦ રૂપિયા ઈન્સેન્ટિવ તરીકે પણ ચૂકવવામાં આવે છે. આરોગ્ય વિભાગ પાસે આવા જિલ્લામાં ૭૪૨ ભુવાઓ નોંધાયેલા છે. અભણ લોકો ભુવા ઉપર વધારે ભરોશો રાખતા હોવાથી આરોગ્ય વિભાગે આવો આઈડિયા શોધી કાઢયો છે.