
સુરેન્દ્રનગરના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની 150 ગેરકાયદેસર ખાણો સિઝ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખાણોમાંથી વિસ્ફોટક પદાર્થ ડિટોનેટર ચરખીઓ વાહનો અને કાર્બોસેલનો જથ્થો તંત્રએ જપ્ત કર્યો હતો. ત્યારબાદ તમામ મુદામાલ મામલતદાર કચેરીએ લાવામાં આવ્યો હતો.
દરોડાની કાર્યવાહીમાં પોલીસને દૂર રખાઈ
સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં એકસાથે સાત ટીમ બનાવીને પ્રાંત અધિકારીએ દરોડા પાડયા હતા. આ દરોડા કામગીરી દરમ્યાન પોલીસને દૂર રાખવામાં આવી હતી. સ્થળ પરથી હજારો ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડાની કાર્યવાહી બાદ ખનિજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અત્યાર સુધીની સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ખનિજની રેડ ગણવામાં આવી રહી છે.
કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
જેમાં ટ્રેક્ટર, ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો..આ દરોડા દરમિયાન 50થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા. તપાસમાં ખુલાસો થયો કે આ મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હતી.