કચ્છમાં એક બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં બંને બાજુ ફાટક પડી જતાં બસ વચ્ચે ફસાઈ હતી. જેને પગલે હાજર સૌ લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો. કચ્છમાં ખાનગી બસ ચાલકની ફરી બેદરકારી સામે આવી છે. રેલવે ફાટક બંધ થઈ જતાં જ બસ ફાટક વચ્ચે ફસાઈ ગઈ હતી. જો કે, સામે ટ્રેન આવતા બસ સાઇડમાં મૂકી દેવામાં આવી હતી જેથી દુર્ઘટના ટળી હતી. હજુ ગઈકાલે ખાનગી બસના અકસ્માતમાં 5 વ્યક્તિઓના મોત થયા હતા. ટ્રાફિક પોલીસ કે RTOના ડર વિના વાહન ચાલકો બેફામ બની રહ્યા છે.