Home / Gujarat / Ahmedabad : Doctor arrested for raping woman by making nude video

અમદાવાદ/ ડૉક્ટરે મહિલા દર્દીના નગ્ન ફોટા-વીડિયો બનાવ્યા, બ્લેકમેઈલ કરી આચર્યું દુષ્કર્મ

અમદાવાદ/ ડૉક્ટરે મહિલા દર્દીના નગ્ન ફોટા-વીડિયો બનાવ્યા, બ્લેકમેઈલ કરી આચર્યું દુષ્કર્મ

અમદાવાદના મણિનગરમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરે સારવાર માટે આવેલી મહિલા દર્દીના નગ્ન ફોટો-વીડિયો બનાવ્યા અને મહિલાને બ્લેકમેઈલ કરીને ડૉક્ટરે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા ડૉક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ડૉક્ટરે મહિલા પાસેથી રોકડ અને દાગીના પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડૉક્ટરે મહિલા દર્દી પર દુષ્કર્મ આચર્યું

પોલીસ ફરિયાદ મુજબ, મણિનગરમાં નિલેશ નાયક નામના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ત્યાં સરવાર અર્થે આવેલી મહિલાને બોટલ ચઢાવતા દરમિયાન બોટલમાં બેભાન કરવાનું ઇન્જેક્શન આપ્યું હતું. આ પછી ડૉક્ટરે બેભાન થયેલી મહિલાને નિર્વસ્ત્ર કરીને તેના નગ્ન ફોટો અને વીડિયો ઉતાર્યા હતા. આરોપી ડૉક્ટર મહિલાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેઈલ કરતો હતો. જેમાં ડૉક્ટરે મહિલા પાસેથી દાગીના સહિત 4 લાખ પડાવ્યા હતા અને હોટેલમાં લઈ જઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 
સમગ્ર મામલે પોલીસને જાણવા મળ્યું હતું કે, મહિલાને ડાયાબિટીસ, ચામડીના રોગની બિમારી હોવાથી તે અવારનવાર આરોપી ડૉક્ટરના દવાખાને જતી હતી. આ પછી મહિલા અને ડૉક્ટર વચ્ચે મિત્રતા બંધાઈ હતી. મહિલા પર દુષ્કર્મ આચરી અને દાગીના પડાવ્યા બાદ ડૉક્ટર વારંવાર ધમકી આપતો હોવાથી અંત કંટાળીને મહિલાએ તેના પતિને જાણ કરી હતી અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

Related News

Icon