બોટાદ રેલ્વેના લોકો પાયલોટ વિવિધ પ્રશ્નોને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા છે. એવામાં ભુખ હડતાલ પર બેસેલા રેલ્વેના લોકો પાયલોટની તબિયત લથડી હતી. જેથી તાત્કાલિક ૧૦૮ દ્વારા પાયલોટને સારવાર માટે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રેલ્વે પાયલોટની હાલ બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી છે.

